બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020

માહિતીનું નિયમન (વિસ્તાર)/rangeવિસ્તાર        

મહતમ અને ન્યુનતમ અવલોક્નોના તફાવતથી મળતા પરિણામને વિસ્તાર કહે છે.

માહિતીનો વિસ્તાર = મહતમ અવલોકન – ન્યુનતમ અવલોકન

ઉદાહરણ :

        એક શાળાના ૧૦ વિદ્યાર્થીની ઉંચાઈ સેમીમાં આ પ્રમાણે છે.

        150,128,135,130,142,129,146,144,139,140

                               i.            સૌથી વધુ ઉચાઇ ધરાવતા વિદ્યાર્થીની ઉંચાઈ કેટલી છે ?

                             ii.            સૌથી ઓછી ઉચાઇ ધરાવતા વિદ્યાર્થીની ઉંચાઈ કેટલી છે ?

                          iii.            આ માહિતીનો વિસ્તાર શોધો

જવાબ : ચડતા ક્રમમાં ગોઠવાતા ,

           128,129,130,135,139,140,142,144,146,150

                                                       i.            સૌથી વધુ ઉચાઇ ધરાવતા વિદ્યાર્થીની ઉંચાઈ 150 સેમી છે.

                                                     ii.            સૌથી ઓછી ઉચાઇ ધરાવતા વિદ્યાર્થીની ઉંચાઈ 128 સેમી  છે.

                                                  iii.            માહિતીનો વિસ્તાર = મહતમ અવલોકન – ન્યુનતમ અવલોકન

                               = 150-128

         માહિતીનો વિસ્તાર   = 22 સેમી

  • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 


સોમવાર, 21 સપ્ટેમ્બર, 2020

માહિતીનું નિયમન (average)

  • પ્રસ્તાવના :

                        રોજીંદા જીવન સાથે સંકળાયેલી ઘણી પ્રવૃતિઓ છે કે જેના માટે આપણે માહિતી એકઠી કરીએ છીએ. તેનું વિશ્લેષણ -અર્થઘટન કરીએ છીએ અને તેના આધારે તારણ કાઢીએ છીએ. જેમકે જુદા જુદા પ્રદેશનું તાપમાન ,એકમ કસોટીમાં મેળવેલ ગુણની માહિતી ......

                                   હવે આપણે માહિતી પર ક્યાં ક્યાં પ્રકારની ગાણિતિક પ્રક્રિયાઓ કરી શકાય તે સમજીએ અને માહિતીનું નિયમન કરીએ 
  • માહિતીની ગોઠવણી 
1.    ઉદાહરણ : એક વર્ગમાં બે અઠવાડિયા દરમ્યાન ગે.હા. રહેનાર બાળકોની સંખ્યા નીચે મુજબ છે .
                              ,,,,,,,,,,,
                 આ રીતે આપેલા ગુણ સમજવા સરળ નથી. પરંતુ આજ માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવતા 

                                   જયારે પણ આપણે માહિતી એકઠી કરીએ છીએ ત્યારે આપણે તેને નોંધીએ છીએ અને કોષ્ટકમાં ગોઠવીએ છીએ .જેથી તેને સમજાવી અને તેનું અર્થઘટન કરવું સરળ બંને છે.


          

તારીખ

ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની સંખ્યા

રવિવાર

૧૦

૧૧

૧૨

૧૩

૧૪

રવિવાર

 

હવે આ માહિતી સમજવી અને તેનું અર્થઘટન કરવું ખુબ સરળ રહેશે.

 

·       સરાસરી :

                સરેરાશ એક એવી સંખ્યા છે કે જે અવલોકનો અથવા માહિતીના સમૂહની મધ્યવર્તી સ્થિતિ દર્શાવે છે. તેને મધ્યક પણ કહે છે.

 

૧.ઉદાહરણ :

                પ્રથમ  5 બેકી પૂર્ણાંક સંખ્યાની સરસરી શોધો.

           જવાબ :  પ્રથમ પાંચ બેકી પૂર્ણાંક સંખ્યા 2,4,6,8,10 છે. 

                            સરાસરી = અવલોકનોનો સરવાળો / અવલોકનોની કુલ સંખ્યા   
                                          = (2+4+6+8+10)/5
                               = 30/5
                          
સરાસરી  = 6

  • તો ચાલો આ બાબતની પ્રેક્ટીસ રમત દ્વારા કરીએ 

click here to play game                          

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2020

NMMS

 

  • MAT પેપરમાં પૂછાતા પ્રશ્ન શ્રેણી પૂર્ણ કરો ની તૈયારી ક્વીઝના માધ્યમ દ્વારા 
  • ક્વીઝ રમવા માટે અહી ક્લિક કરો
  • દરેક પ્રશ્નમાં 1 ગુણ હોય છે.
  • જો ૭૫% કે તેથી વધુ આવશે તો E- CERTIFICATE આપવામાં આવશે 
તાજેતરની સુચના મેળવવા  NMMS વેબસાઈટ CLICK HERE

NMMS વિશે વધુ માહિતી માટે ....

લેખિત પરીક્ષાની પેટર્ન નીચે મુજબ હશે. પરીક્ષામાં બે ભાગ હશેએટલે કે

       

માનસિક ક્ષમતા પરીક્ષણ (MAT)

સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT)

 

પરીક્ષણના પ્રકાર

પ્રશ્નો

ગુણ

સમયગાળો (મિનિટમાં)

MAT

90

90

90

SAT

90

90

90
Wikipedia

શોધ પરિણામો